સૌરાષ્ટ્રનાં મેદાની પ્રદેશ → સૌરાષ્ટ્રનાં મેદાનો ટ્રેપ ખડકોના ઘસારણથી બનેલા હોવાથી કાળી જમીનનાં ફળદ્રુપ મેદાનો આવેલા છે. → સૌરાષ્ટ્રનાં મેદાનો ભાદર અને શેત્રુંજય નદીના પ્રવાહથી બનેલા મેદાનો છે. → સૌરાષ્ટ્રનાં મેદાનોને તેના પ્રાદેશિક નામ આધારે સાત વિભાગ (હાલાર, ગોહિલવાડ, ઘેડ, દારૂકાવન, સોરઠ, ઝાલાવાડ, લીલી નાઘેર ) માં વિભાજિત કરવામાં આવે છે. → હાલાર : બરડા ડુંગરની દક્ષિણી-પશ્વિમ વિસ્તારના સમુદ્રકિનારા સુધી આવેલો વિસ્તાર કે જેમાં દેવભૂમિ-દ્વારકા અને જામનગર જિલ્લાનો સમાવેશ કરવામાં આવે છે. આ વિસ્તાર આઝાદી સમયે યુનાઈટેડ સ્ટેસ્ટ્સ ઓફ સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતો હતો. → ગોહિલવાડ : શેત્રુંજય નદી અને ઘેલો નદી વચ્ચેનો વિસ્તાર ગોહિલવાડ (ભાવનગર) નો વિસ્તાર કહેવાય છે. આ વિસ્તાર દ્રોણમુખથી પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તારનું નામ ગોહિલ વંશના રાજવીઓ પરથી પાડવામાં આવ્યું છે. આ વિસ્તારમાં દાડમ, જામફળ, ડુંગળી, જુવાર, જમાદાર કેરી માટે પ્રખ્યાત છે. → ઘેડ : માણાવદર (જુનાગઢ) થી લઈને પોરબંદરમાં આવેલ નવીબંદર સુધીના નીચાણવાળા વિસ્તારને ધેડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ વ