Skip to main content

Plains of Gujarat: Plains of North Gujarat | ઉત્તર ગુજરાતનું મેદાન



ઉત્તર ગુજરાતનું મેદાન



→ ઉત્તર ગુજરાતનું મેદાન ગુજરાતના જિલ્લા બનાસકાંઠા,પાટણ, મહેસાણા અને સાબરકાંઠા માં ફેલયેલું છે.


→ આ મેદાની વિસ્તાર ત્રણ કુંવારીકાઓ નદી બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીના કાંપથી રચાયેલા છે.


→ આ મેદાનો ગ્રેનાઈટ અને વિકૃત ખડકોમાંથી છુટ્ટી પડેલી માટીમાંથી નિર્માણ પામ્યા છે.


→ આ વિસ્તારમાં આવેલી અરવલ્લી પર્વતમાળા ઉત્તર ગુજરાતને બે ભાગમાં વિભાજિત કરે છે.


→ એક ભાગમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણાનો અર્ધસુકો પ્રદેશ અને બીજા ભાગમાં સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાનો પ્રાદેશિક વિભાગનો સમાવેશ થાય છે.


→ બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના પશ્વિમ ભાગની જમીન રેતાળ જ્યારે સાબરકાંઠામાં કાળી જમીન ધરાવે છે.


→ આ મેદાની પ્રદેશમાં “ગોઢ” અને “વઢિયાર” પ્રદેશનો સમાવેશ થાય છે.


→ વઢિયાર પ્રદેશના કારણે અહીંની ભેંસ વઢિયારી ભેંસ તરીકે જાણીતી બની છે.


→ આ મેદાની પ્રદેશમાં ઓછો વરસાદ અને ઊંચું તાપમાન હોવાથી ઉનાળામાં રન જેવી પરિસ્થિતિનો અનુભવ થાય છે.


→ આ વિસ્તારમાં સપાટી પર પાણીનો જથ્થો ઓછો છે, પણ ભૂગર્ભજળ સારા પ્રમાણમાં જોવા મળે છે.




→ ગઢવાડા પ્રદેશ :મહેસાણા જિલ્લાનો સતલાસણા તાલુકામાં આવેલો પ્રદેશ ગઢવાડા તરીકે ઓળખાય છે. આ પ્રદેશમાં ઘઉંનું વાવેતર વધુ થાય છે.


→ ગોઢાનો પ્રદેશ : બનાસકાંઠા જિલ્લાના પશ્વિમ ભાગમાં આવેલ અર્ધરણ વિસ્તાર કે જેમાં માટીના ટેકરા જેવા ઊપસેલાં મેદાનો આવેલા છે તેને ગોઢાનું મેદાન કહે છે. આ પ્રદેશમાં બટાકા અને બાજરીનું ઉત્પાદન વધારે થાય છે.


→ ખાખરીયા ટપ્પા : ગાંધીનગર, કડી અને કલોલના વિસ્તાર કે જ્યાં બહોળા પ્રમાણમાં ખનીજ તેલ પ્રાપ્ત થાય છે તે પ્રદેશને ખાખરીયા ટપ્પાનો પ્રદેશ કહે છે. પોશીનો પટ્ટો: સાબરકાંઠામાં આવેલા આદિવાસી જંગલીય વિસ્તારને પોશીના પટ્ટો કહે છે.


→ ચુંવાળ પ્રદેશ : મહેસાણામાં આએલ બહુચરાજી તાલુકાનો વિસ્તાર ચુંવાળ પ્રદેશ તરીકે જાણીતો છે.


→ થોળ પ્રદેશ : મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલ થોળ અભ્યારણ્યની આસપાસનો વિસ્તાર થોળ પ્રદેશ તરીકે જાણીતો છે.


→ વઢિયાર પ્રદેશ : બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ વઢિયાર તરીકે જાણીતો છે. આ પ્રદેશ પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ સુધી વિસ્તરેલો છે. આ પ્રદેશ પરથી અહીંની ભેંસો વઢિયારી ભેંસ તરીકે ઓળખાય છે.


→ આનર્ત પ્રદેશ : ક્ષત્રપ કાળમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ આનર્ત તરીકે જાણીતો હતો. હાલનુ વડનગર એ પ્રાચીન યુગમાં આનર્તપૂર તરીકે જાણીતું હતું.


Popular posts from this blog

ધોરણ 9 માં અભ્યાસ કરતી કન્યાઓને સાઈકલ યોજના

ધોરણ 9 માં અભ્યાસ કરતી કન્યાઓને સાઈકલ યોજના → સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગ કન્યાઓને ધોરણ 9 માં મફત સાઈકલ આપવામાં આવે છે. → અનુસુચિત જાતિ માટે સાઈકલ યોજના : સરસ્વતી સાધના યોજના → અનુસુચિત જન જાતિ સાઈકલ યોજના માટે : વિદ્યા સાધના યોજના આવક મર્યાદા → ગ્રામ્ય વિસ્તારમાં : રૂપિયા 120000 → શહેરી વિસ્તારમાં : રૂપિયા 150000

Plain region of Central Gujarat | મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ

મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ → મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ ગુજરાતનાં હરિયાળા બગીચા તરીકે જાણીતો છે . → આનર્ત પ્રદેશ : ક્ષત્રપ કાળમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ આનર્ત તરીકે જાણીતો હતો. હાલનુ વડનગર એ પ્રાચીન યુગમાં આનર્તપૂર તરીકે જાણીતું હતું. → મધ્ય ગુજરાતનું મેદાન સાબરમતી, મહી, વિશ્વામિત્રી, ઢાઢર અને ઓરસંગ નદીના કાંપથી બનેલું છે. → આનર્ત પ્રદેશ : ક્ષત્રપ કાળમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ આનર્ત તરીકે જાણીતો હતો. હાલનુ વડનગર એ પ્રાચીન યુગમાં આનર્તપૂર તરીકે જાણીતું હતું. → મધ્ય ગુજરાતના મેદાનો મુખ્યત્વે લોએસની કાળી માટી અને પુષ્કળ પ્રમાણમાં સિંચાઈની સુવિધા હોવાના કારણે આ વિસ્તાર હરિયાળા બન્યા છે. → મધ્ય ગુજરાતનું મેદાન અમદાવાદથી ભરૂચ સુધી ફેલયેલું છે. → મધ્ય ગુજરાતનાં મેદાનને મુખ્યત્વે ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. → સાબરમતી નદીનું મેદાન (અમદાવાદનું મેદાન) : Read / View શેઢી અને મહી નદી વચ્ચેનું મેદાન (ચરોતરનું મેદાન ) : Read / View નર્મદા અને ઢાઢર દ્વારા રચાયેલું વડોદરાનું મેદાન (કા

Digish Maheta | દિગીશ મહેતા