Skip to main content

Plains of Gujarat: Plains of Saurashtra | ગુજરાતનાં મેદાનો : સૌરાષ્ટ્રનાં મેદાની પ્રદેશ


સૌરાષ્ટ્રનાં મેદાની પ્રદેશ



→ સૌરાષ્ટ્રનાં મેદાનો ટ્રેપ ખડકોના ઘસારણથી બનેલા હોવાથી કાળી જમીનનાં ફળદ્રુપ મેદાનો આવેલા છે.


→ સૌરાષ્ટ્રનાં મેદાનો ભાદર અને શેત્રુંજય નદીના પ્રવાહથી બનેલા મેદાનો છે.


→ સૌરાષ્ટ્રનાં મેદાનોને તેના પ્રાદેશિક નામ આધારે સાત વિભાગ (હાલાર, ગોહિલવાડ, ઘેડ, દારૂકાવન, સોરઠ, ઝાલાવાડ, લીલી નાઘેર ) માં વિભાજિત કરવામાં આવે છે.




→ હાલાર : બરડા ડુંગરની દક્ષિણી-પશ્વિમ વિસ્તારના સમુદ્રકિનારા સુધી આવેલો વિસ્તાર કે જેમાં દેવભૂમિ-દ્વારકા અને જામનગર જિલ્લાનો સમાવેશ કરવામાં આવે છે. આ વિસ્તાર આઝાદી સમયે યુનાઈટેડ સ્ટેસ્ટ્સ ઓફ સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતો હતો.


→ ગોહિલવાડ : શેત્રુંજય નદી અને ઘેલો નદી વચ્ચેનો વિસ્તાર ગોહિલવાડ (ભાવનગર) નો વિસ્તાર કહેવાય છે. આ વિસ્તાર દ્રોણમુખથી પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તારનું નામ ગોહિલ વંશના રાજવીઓ પરથી પાડવામાં આવ્યું છે. આ વિસ્તારમાં દાડમ, જામફળ, ડુંગળી, જુવાર, જમાદાર કેરી માટે પ્રખ્યાત છે.


→ ઘેડ : માણાવદર (જુનાગઢ) થી લઈને પોરબંદરમાં આવેલ નવીબંદર સુધીના નીચાણવાળા વિસ્તારને ધેડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં મગફળીનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે.


→ દારૂકાવન : દેવભૂમિ દ્વારકામાં આવેલ બેટદ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગનો વિસ્તાર મહાભારતના સમયમાં દારૂકાવન તરીકે ઓળખાતો હતો.


→ સોરઠ : જૂનાગઢ એન ગીર સોમનાથ જિલ્લાનો વિસ્તાર સોરઠ તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં સોમનાથ મંદિર આવેલું છે, જે 12 જ્યોતિર્લિંગ માંથી એક જ્યોતિર્લિંગ છે.


→ ઝાલાવાડ : કચ્છના નાના રણથી લઈ નળસરોવર સુધીનો વિસ્તાર (સુરેન્દ્રનગર) ને ઝાલાવાડનો વિસ્તાર કહે છે. આ વિસ્તારનું નામ ઝાલા કુળના રાજવીઓ પરથી પાડવામાં આવ્યું છે. અહીં કપાસનું વાવેતર અને ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે.


→ લીલી નાઘેર: ઊના (ગીર સોમનાથ) થી જૂનાગઢના ચોરવાડ સુધી અને ગીરની ટેકરીઓથી દક્ષિણે સમુદ્રકિનારા સુધીના વિસ્તારને લીલી નાઘેર પ્રદેશ કહેવામા આવે છે. આ પદેશમાં મુખ્યત્વે મગફળી અને કેસર નું ઉત્પાદન સૌથી વધુ થાય છે.


Popular posts from this blog

Plain region of Central Gujarat | મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ

મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ → મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ ગુજરાતનાં હરિયાળા બગીચા તરીકે જાણીતો છે . → આનર્ત પ્રદેશ : ક્ષત્રપ કાળમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ આનર્ત તરીકે જાણીતો હતો. હાલનુ વડનગર એ પ્રાચીન યુગમાં આનર્તપૂર તરીકે જાણીતું હતું. → મધ્ય ગુજરાતનું મેદાન સાબરમતી, મહી, વિશ્વામિત્રી, ઢાઢર અને ઓરસંગ નદીના કાંપથી બનેલું છે. → આનર્ત પ્રદેશ : ક્ષત્રપ કાળમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ આનર્ત તરીકે જાણીતો હતો. હાલનુ વડનગર એ પ્રાચીન યુગમાં આનર્તપૂર તરીકે જાણીતું હતું. → મધ્ય ગુજરાતના મેદાનો મુખ્યત્વે લોએસની કાળી માટી અને પુષ્કળ પ્રમાણમાં સિંચાઈની સુવિધા હોવાના કારણે આ વિસ્તાર હરિયાળા બન્યા છે. → મધ્ય ગુજરાતનું મેદાન અમદાવાદથી ભરૂચ સુધી ફેલયેલું છે. → મધ્ય ગુજરાતનાં મેદાનને મુખ્યત્વે ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. → સાબરમતી નદીનું મેદાન (અમદાવાદનું મેદાન) : Read / View શેઢી અને મહી નદી વચ્ચેનું મેદાન (ચરોતરનું મેદાન ) : Read / View નર્મદા અને ઢાઢર દ્વારા રચાયેલું વડોદરાનું મેદાન (કા

Plain region of Lower Gujarat | તળગુજરાતનાં મેદાની પ્રદેશ

તળગુજરાતનાં મેદાની પ્રદેશ → તળ ગુજરાતનાં મેદાની પ્રદેશોને ત્રણ ભાગમાં વહેચણી કરવામાં આવી છે. → ઉત્તર ગુજરાતનું મેદાન : Read / View મધ્ય ગુજરાતનું મેદાન : Read/ View દક્ષિણ ગુજરાતનું મેદાન : Read/ View