ગુજરાતી સાહિત્ય | Gujarati Sahitya


ગુજરાતી સાહિત્ય
ગુજરાતી સાહિત્ય

→ ગુજરાતી સાહિત્ય એટલે ગુજરાતમાં વસતા અને ગુજરાતી મૂળના લોકો દ્વારા ગુજરાતી ભાષામાં રચવામાં આવેલું સાહિત્ય.

→ ગુજરાતી ભાષાનો ઈતિહાસ આશરે ઈ.સ. ૧૦૦૦ની સાલ સુધી આંકી શકાય છે.

→ ગુજરાતી ભાષા સમગ્ર ભારતમાં વિવિધ બોલીમાં બોલાતી અપભ્રંશ ભાષામાંથી વિકાસ પામી.

→ ગુજરાતમાં વાણિજ્ય અને વ્યાપારના વિકાસને કારણે, હિંદુ અને જૈન ધર્મનું પ્રભુત્વ હોવાને કારણે અને મહારાજ સિદ્ધરાજ જયસિંહ, ચાલુક્ય વંશ (સોલંકી વંશ) અને વાઘેલા રાજપૂતો જેવા શાસકો દ્વારા સલામત સમાજની રચના થવાને કારણે ૧૧મી સદીમાં સાહિત્યનું સર્જન મોટા પ્રમાણમાં થયું. કાળક્રમે તે સાહિત્ય મુખ્ય ધારામાં આવ્યું અને સમગ્ર ગુજરાતની પ્રજામાં સ્વીકૃતિ પામ્યું તથા લોકપ્રિય બન્યું.

→ આજની તારીખમાં સ્થાપિત સાહિત્યનો ગુજરાત વિદ્યા સભા, ગુજરાતી સાહિત્ય સભા, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સાહિત્યિક સંસ્થાઓ દ્વારા પ્રચાર પ્રસાર થાય છે.

→ ગુજરાતી સાહિત્યને મુખ્યત્ત્વે બે વિસ્તૃત શ્રેણીઓમાં વહેચવામાં આવે છે જે ગદ્ય અને પદ્ય છે. જેમાં પદ્યનો ઈતિહાસ આશરે ૬ઠ્ઠી સદી સુધીનો માનવામાં આવે છે. પદ્ય ધાર્મિક માન્યતાઓ અને ચૂકાદાઓ માટેનું મધ્યકાલીન ભારતમાં માધ્યમ હતું. તેના આધારે ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ મુખ્યત્ત્વે ત્રણ વિભાગમાં વહેચાયેલ છે; પ્રાચીન (ઈ.સ. ૧૪૫૦ સુધી), મધ્યકાલીન (ઈ.સ. ૧૪૫૦ થી ૧૮૫૦) અને અર્વાચીન (ઈ.સ. ૧૮૫૦ પછીનો).

→ ગુજરાતી ભાષાના સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથની રચના જૈન મુનિ હેમચંદ્રાચાર્યએ કરી હતી. ગુજરાતી ભાષાના પ્રથમ કવિ નરસિંહ મહેતા હતા તથા પ્રથમ લેખક નર્મદ હતા.

Comming Soon...................
→ WhatsApp Group Click

→ Facebbok Page Click